આઝાદી મળી પરંતુ હું આઝાદ રહ્યો નથી.
જેણે અપાવી તે આ દુનિયામાં રહ્યો નથી.
જેણે જીવ ગુમાવ્યો તેણે તમામ ગુમાવ્યું!
જશ્ન એ લોકો મનાવે છે જેણે કશું કર્યું નથી.
ગાંધી,સુભાષ,ભગત,પાંડે જેવા શહીદોએ -
આઝાદીનો કડવો ઘૂંટળો પી મોત સ્વીકાર્યું,
દેશ કાજ બલિદાન ગાથા આ જાણતા નથી -
એવા હરામીઓના હાથમાં દોર છૂટતો નથી.
પ્રજાસતાક દેશનો માવો એવા લૂટે હરામીઓ ,
જેમણે લાઠી,ગોળી,જેલવાસ કદી કીધો નથી.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )
#RepublicDay