તું કર્મનાં શસ્ત્રો સજાવ, ઈશ્વર તારી સાથે છે.

તું જીવનમાં કર બદલાવ, ઈશ્વર તારી સાથે છે.



કર્મયોગીનો એ સારથિ બનવાય તૈયાર થાય,

તું રસ્તો તારો જાતે બનાવ, ઈશ્વર તારી સાથે છે.



એ ભલે હથિયાર ના ઉપાડે, તોય સંગાથે છે,

એના વિશ્વાસે હંકાર નાવ, ઈશ્વર તારી સાથે છે.



એ નથી માત્ર અવકાશે કે બૂમો પાડવી પડે,

તું માત્ર અંતરને ઊભરાવ, ઈશ્વર તારી સાથે છે.



ખરો દોરીસંચાર તો છે એનો જ કર્મ કરાવતો,

હિંમત હરડગલે પ્રગટાવ, ઈશ્વર તારી સાથે છે.



ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.













એ

Gujarati Motivational by Chaitanya Joshi : 111779968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now