દિવાળી ,હોળી, જેની પહેલી પસંદ નથી હોતી ,
એ સૈનિક હોય છે જેની મૌત વેરી નથી હોતી .
પ્રેમ તો અસીમ હોય છે દિલ માં પરિવાર માટે ,
પણ ધરતી માં ની પેહલા બીજી પસંદ નથી હોતી .
રાત-દિવસ, શર્દી- ગરમી શું હોય છે શી ખબર ,
મોસમ ની માર ની જેને કદી પડી નથી હોતી .
ઋતુ ઓ આવે ને બદલાએ છે સમય ચક્ર અંદર ,
દેશ સેવા એણે "આશક" એક પળ છોડી નથી હોતી .
અંતિમ સમયે પણ જન્મભૂમિ રહે છે સર્વોપરી ,
હો શ્વાસ ઘડીભર નો છતાં ગ્લાનિ નથી હોતી .
આક્રંદ કરે છે નભ-ધરતી ને વિશ્વ જુદાઈ પર ,
શહીદો માટે આથી સ્વર્ણિમ કોઈ પળ નથી હોતી.
#Shaheed