તું મારી કાલ ને આજ છે,
તું મારા મસ્તકનો શિરતાજ છે.
બેઠુ છે ડાળે એકલું કોઈ પંખી ,
કોને ખબર એ કોયલ કે બાજ છે !
તું મારી આબરૂ, તું મારી લાજ છે,
સઘળું બધુંયે તારે કાજ છે .
તું મારી વાદળી ને વીજ છે,
મને તારા પર થોડી ખીજ છે .
તને મારા પર થોડી દાઝ છે ,
નક્કી આ વાતમાં કંઈ રાઝ છે .
ઝંખના....