આવ્યો છે જ્યારથી મોબાઈલ,
મળી આઝાદી આંગણાને...
નથી દેખાતું કોઈ બાળક ત્યાં,
રમતું હોય સંતાકૂકડી કે ખોખો!
આવ્યો છે જ્યારથી મોબાઈલ,
આઝાદી મળી લાયબ્રેરીને...
બેસતાં હતાં કેટલાય લોકો એમાં,
વાંચવાને પુસ્તકો,
રહે છે વ્યસ્ત એ બધાંય હવે મોબાઈલમાં!
મળી આઝાદી આજનાં માનવીને,
વિચારવાની બીજા વિશે...
બની ગયો છે સ્વાર્થી એટલો કે
વિચારે છે માત્ર પોતાનાં જ વિશે!
મળી આઝાદી વ્યક્તિને યાદ
રાખવાની ઋતુઓ...
પ્રદુષણથી હવે મળે છે
બારેમાસ બધી જ ઋતુઓ!
મળશે માનવીને આઝાદી બધી જ બાબતોમાં,
પણ ક્યારેય ન મળે આઝાદી એને
વિચારોનાં વમળમાં...
#Azadi