ઉડવા લાગી ઉમ્મીદ ની પતંગ.
આપજે એક તારી યાદનું સંગ.
પતંગ નો દોરો પણ બાંધ્યો તંગ.
જોને આકાશમાં વિખરાયા છે રંગ.
તારી ફિરકી ની આશાએ ઉંચે જવું છે.
તારી ખુશી માટે ને એક વાર કપાઈ જવું છે.
મારાથી આ આભને આંબી ક્યાં શકાયું છે.
નર કહે આ પવન દિશામાં ચાલ્યું જવાય છે.
નારાણજી જાડેજા
નર