હાલને સખી પતંગ ઉડાડીએ..,
એક મેક નો પ્રેમ હવામાં લહેરાવિયે
ફેલાયેલી છે જે અફવાઓ તારી મારી
એને કિનારે બાંધીને ક્યાંક દુર ફગાવિયે
તું છોડ ફિકર સમાજની ,ને પકડ જકડીને ફિરકી
હું તરછોડી રીતરિવાજની ગાંઠોને ઉડીશ તારી પડખે
હું પતંગ તારો અંગત, તું ભૂલી મજબૂરી બનજે મારી દોરી
આપ લે કરશું દુઃખ દર્દને, પવન મારફતે કાપી લેશું સમજીને
લાગશે જો તાપ આંખોને તારી , ઢાલ એવા ચશ્મા હું થઈશ
સુકાશે જો ગળું તારું, હાથમાં લાડુ, સાંકળી ખજૂર ધરીશ
આવને અગાસીએ, મનગમતું ગીત છે સાથે મનમિત પણ
જોને રાહે બેઠો છું તારી સંગ ઊડવાને આખા આભમાં ...
-Pradip Bakraniya