ઊંચે આકાશે જતો એ પતંગ,
ક્યારેક કાપતો તો ક્યારેક કપાતો.
વાંક નથી એનો, કપાય છે દોરી
અને કહેવાય છે પતંગ કપાયો.
બીજાનાં પતંગને કાપે છે દોરી
અને કહેવાય છે પતંગે પતંગ કાપ્યો.
કામ કરે દોરી અને વાહ વાહ મળે પતંગને.
બસ! આવું જ છે કંઈક જીવનમાં,
કામ કરે છે કોઈ અને યશ મેળવે છે કોઈ.
શીખવે છે પતંગ અને દોરી,
ભૂલો બધાને, બસ, કરતાં રહો કામ પોતાનું.
સારું થશે તો વખાણ થશે,
નહીં તો કંઈક શીખવા મળશે!
વધુ સારુ થશે તો ઈર્ષ્યા થશે,
માનપાન પણ મળશે, રહેવું તૈયાર સદાયે,
વખાણ સાંભળી છકી ન જવું,
નિંદા સાંભળી ડરી ન જવું.
યાદ રાખવું એક જ બાબત,
નિંદા એ સફળતાનો જ બીજો ભાગ છે.
પ્રેરણા છે નિંદા આગળ વધવા અને વધુ સારુ કરવા!
ઊડે પતંગ ગમે એટલો ઊંચો,
આભને આંબી શકતો નથી,
પણ જમીન પર પડ્યા પછી પણ
પોતાનું મહત્ત્વ ગુમાવતો નથી.
જેમ ઊંચે ઉડે છે બાજ,
તેમ જ ઊંચે ઉડે છે પતંગ.
લહેરાય પતંગ હવામાં મસ્તીમાં,
આપતી જાય અનેક સંદેશાઓ,
લખીને પોતાનાં કાગળરૂપી શરીર પર.
પેચ લડે છે યુવા હૈયાઓના,
લડાવતા પેચ પતંગના.
તહેવાર છે આ એવો કે
ભાગ લે છે નાનાં મોટાં સૌ.


#પતંગ

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111777537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now