લાલ, લીલી, પીળી,
ઊડતી પતંગ રંગબેરંગી.
ઊડતી પતંગ ઊંચે આકાશમાં,
ક્યારેક કાપતી તો ક્યારેક કપાતી.
'કાઈપો છે'ની બુમરાણ મચતી,
જ્યારે પતંગ કપાતી...
ભરાતી મહેફિલ પતંગરસિયાઓની,
જીવંત બનતી અગાશીઓ ઘરની.
ચીકી, લાડુ, બોર ને શેરડી,
જામતી રંગત ગીતોની...
થાય અંધારું જ્યારે આકાશમાં,
ઝગમગ થતી પતંગ ફાનસનાં પ્રકાશમાં.
શીખવી જતી એ પતંગ આપણને,
જાઓ ઉંચા જીવનમાં જેટલાં,
રહેવું પડે ત્યાં સદાય એકલાં.
જો હારીએ હિંમત તો કપાવવું પડે,
મજબૂત બની લડવું જ પડે.
આપે શિખામણ એ પતંગ,
જો કપાઈ જઈએ તો અટવાય જીવન.
ભલે ઊડીએ આકાશમાં ઊંચે,
દોર તો હોય છે અન્યના હાથે.
જો ઉડશો ઊંચે આત્મવિશ્વાસ સાથે,
લઈને ડોર પ્રભુનાં સાથની,
ક્યારેય ન પટકાશો જીવનમાં.
#પતંગ