સ્વામી વિવેકાનંદ જયારે પહેલીવાર રામકૃષ્ણ પરમહંસ ને મળવા ગયા ત્યારે તેમના મસ્તિષ્ક મા સવાલો ની ભરમાર હતી. તેમણે આવતી વખતે પહેલો જ સવાલ પુછયો કે શુ ઈશ્વર છે ? , રામકૃષ્ણ એ કઈપણ કહ્યા વગર એક પુસ્તક આપ્યુ અને કહયુ લે , આ વાચ .
ત્યારબાદ વિવેકાનંદ એક ઓરડા મા કઈપણ ખાધા પીધા વગર એકવાર મા જ આખુ પુસ્તક વાચી ગયા પણ ત્યારબાદ ઓરડા મા પડેલ બધી મુર્તિ ઓને એક પછી એક કરીને નદીમા ફેકવા લાગ્યા.
રામકૃષ્ણ આ જોઈ તરત જ એ પુસ્તક તેમની પાસેથી છિનવી લીધુ અને આ કૃત્ય કરવાનુ કારણ પણ પુછ્યુ , વિવેકાનંદ બોલ્યા કે આ બધુ તમે કરો છો તે અકારણ છે કારણ કે મને મારા બધા સવાલોનો જવાબ મને મળી ગયો છે .
આ પુસ્તક નુ નામ હતુ....અષ્ટાવક્ર ગીતા - મહાગીતા.