હસે છે રમે છે રડે છે જિંદગી...
જો ને પળે પળ ઘટે છે જિંદગી...
આશા વધે છે, અપેક્ષાઓ વધે છે...
દિલના અરમાનો તો પર્વત ચઢે છે...
સપનાઓ વધે છે,કલ્પનાઓ વધે છે...
સંકલ્પો તો બની બનીને બસ વધતા રહે છે...
વધે છે સંબંધો ને લાગણીઓ વધે છે...
માણસ ના અહમના માપદંડો વધે છે...
ઉંમર વધે છે,અનુભવ વધે છે...
એકબીજા સાથેના સંબંધો વધે છે...
નથી વધતી તો બસ કેવળ જિંદગી...
જો ને પળ પળ ઘટે છે જિંદગી...
-Tru...