"એમ ક્યાં થાક લાગે છે"
એમ ક્યાં થાક લાગે છે!
લાગણી ની થોડી કચાસ લાગે છે,
ભીના ભીના સંબધોનો થોડો ભાર લાગે છે,
એમ ક્યાં થાક લાગે છે..!
પ્રેમ ભર્યા શબ્દો નો હળવો એહસાસ લાગે છે.
કશું પામ્યાં તરત ખોયા નો થોડો ભાવ લાગે છે,
એક મેક ની વચ્ચે અધુરો વાર્તાલાપ લાગે છે.
એમ ક્યાં થાક લાગે છે..!
આજે જ્યાં તું!છો, ત્યાં કાલે તારો પડછાયો લાગે છે,
બદલાતા રંગ મંચ પર,"સ્વયમભુ"તું એકલો લાગે છે.
એક પાત્રમાં શોભતું, આજે આ મંચ ખાલી લાગે છે.
એમ ક્યાં થાક લાગે છે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ