Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારું મોત આવશે તો મારા બંન્ને હાથ ફેલાવીને આવકાર આપીશ,
લઈ જાને મને તારી સાથે, મારા મોતને પ્રેમથી આવકાર આપીશ....

ડરી ડરીને જીવવા કરતાં હિંમતથી મારા મોતને ગળે લગાડીશ,
ખોટા ભ્રમમાં રહેવા કરતાં , મારા મોતને દિલથી આવકાર આપીશ....

ખોટી મોહમાયાને લોભમાં ફસાવા કરતાં મારા મોતનો ઉત્સવ મનાવીશ,
ચંચળ મનની ચાલમાં આવવા કરતાં, મારા મોતને ધીરજથી આવકાર આપીશ...

દરરોજ બધુજ બરબાદ થાય એ નજર સમક્ષ જોવા કરતાં મરવું ગમશે મને,
અન્યના પાપમાં ભાગીદાર થવા કરતાં, મારા મોતને ખુમારીથી આવકાર આપીશ....

ઘણું નજદીક જોયું છે મોતને પણ જીવનમાં, હવે ડર લાગતો નથી મને,
કાલની જગ્યાએ આજ આવે તોપણ, મારા મોતને ખુશીથી આવકાર આપીશ....

મૃત્યુ એ સનાતન સત્ય છે એને કયારેય પણ કોઈ શક્તિ પણ રોકી શકતી નથી,
દરરોજ થોડું થોડું જીવ બાળવા કરતાં, મારા મોતને અભિમાનથી આવકાર આપીશ....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111776736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now