માઈક્રોફિક્શન
દોરી નો રંગ
એની પતંગ નો દોરો તો ગુલાબી રંગ નો હતો, પણ ભાર દોરીએ એનો પતંગ કપાઈ ગયો ત્યારે દોરી પાછી ખેંચતા અચાનક દોરી માં વચ્ચે વચ્ચે લાલ રંગ આવી ગયો, ત્યારે એને ખબર ના પડી કે આ લાલ રંગ ક્યાંથી આવી ગયો?
બીજે દિવસે પેપર વાંચ્યું ત્યારે એને ખબર પડી કે,.......
અને એ પોતે હ્રદયથી કળીએ કળીએ કપાઈ રહયો, આંખમાં અશ્રુ સાથે પશ્ચાતાપ કરતો રહયો....
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995