Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જિંદગી જીવતા શીખવતી ગઈ"

આ અંતિમ સફર નથી મારા જીવનની,
આ તો શરૂઆત છે! મારી જિંદગીની.
આ હુંકાર સાથે જિંદગી આગળ વધતી ગઈ!
જિંદગી જીવતા શીખવતી ગઈ..!

અદલ બદલ થતા થતા, જીવનની રેખા બદલાતી ગઈ,
હજી તો શીખતા હતા, જીવન ત્યાં;
કિસ્મત થાપ ખવરાતી ગઈ!
જિંદગી જીવતા શીખવતી ગઈ..!

ઉંમર ની સાથે સાથે,જિંદગી પડાવ બદલતી ગઈ!
હતી તસ્વીર સૌજન્ય સહ;
તે માં જીવન ઉપયોગી રંગ ભરતી ગઈ!
જિંદગી જીવતા શીખવતી ગઈ..!

"સ્વયમભુ" બદલાતા જીવનના રંગો ને,
જિંદગી સ્વયમ એક રંગ દેતી ગઈ!
ઉભરાતી સ્નેહ સરવાણીમાં ડુબકી લગાવતી ગઈ!
જિંદગી જીવતા શીખવતી ગઈ..!

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111775172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now