ઝઘડો અટકાવવા માટે મૌન જેવું કોઈ હથિયાર નથી,
દુશ્મનને નમાવવા માટે પ્રેમ જેવું કોઈ હથિયાર નથી...
પોતાની વાત મનાવવા માટે નારાજગી જેવું કોઈ હથિયાર નથી,
જીવનમાં આગળ વધવા માટે ક્ષમા જેવું કોઇ હથિયાર નથી....
કોઈને ધાયલ કરવા માટે નજર જેવું કોઈ હથિયાર નથી,
ખોટો દેખાડો કરવા માટે વખાણ જેવું કોઈ હથિયાર નથી....
સન્માન મેળવવા માટે આવડત જેવું કોઈ હથિયાર નથી,
સારું બોલવા માટે સંસ્કાર જેવું કોઈ હથિયાર નથી....
-Bhargav Jagad