સુંદરી
એ થોડું થોડું શરમાતી'તી
એ મંદ મંદ મુસ્કરાતી'તી
પણ એ ગીત મધુરા ગાતી'તી
એની કાળી આંખો માં
કાળું કાજલ આંજેલ તેની
આંખો કેવી ચમકાતી'તી
અને અરીશા ની સામે ઊભી
લગાવી લાલી લાલ હોઠે
કેવું મીઠું મીઠું મરકાતીતી
એની વાયરે ઉડતી વાંકડીયાળી કાળી
લિસ્સી લટો ને તે
કોમલ કાન પાછળ સાજાવતી'તી
સુદ્ધ સુગંધી અંતરને આપતાં આનંદ
તેવા પાવન પવન ને તે માણતી'તી.
બાળક સંગે રમૂજ કરતી
સખ્યું સંગે બનતી સરારત
ફૂલો પણ જોઈ તેને આનંદ માં આવતા અતિ
કરતા વાતો હવા થકી
કે સંસ્કારી સુકન્યા છે એક યુવતી?
તે આજ હતી!
એની વાળની વેણી બનવાની ઈચ્છા હતી આતુરથી
તે હવે પુરી કરશે જરૂરથી
સૈયરું સંગતે ફરતી'તી તે
પવન જેમ પ્રસરતી'તી તે
જોઇ તેને આંખ આ મારી ઠરતી'તી બે
એ જાણીતી તો નહોતી
પણ એ અજાણીય નહોતી
હંમેશ એ આનંદ માં જ જણાતી'તી
પણ એ થોડું થોડું સરમાતી'તી.
મહેશ માસૂમ