જેણે પોતાના ગર્ભમાં જ અંશ આવ્યો ત્યારથી અનોખું બંધન જોડ્યુ ,
જેણે છોકરો કે છોકરી હશે એવો વિચાર કર્યા વિના સંભાળ રાખી,
જેણે આપણને જોયાં વગર જ નિસ્વાર્થ પ્રેમ કર્યો છે ,
એના માટે શું લખું , લખવા માટે શબ્દો ખૂટી પડ્યાં આજ,
મારી પ્યારી મા ને જન્મદિવસની દિલથી ખુબ ખુબ શુભેચ્છાઓ.....
જેના હાથના સ્પર્શમાં અલગ જ રહસ્ય સંઘરેલું હોય,
જેના સ્મિતમાં એક શક્તિશાળી જાદુ છવાયેલું હોય,
જેના ગુસ્સામાં પણ આપણું કંઈક હિત છુપાયેલું હોય,
એને શું ભેટ આપું, આપવા માટે કોઈ પણ ભેટ નથી મારી પાસે આજ,
મારી વ્હાલી મા ને જન્મદિવસની ખુશીથી ખુબ ખુબ શુભકામના.....
જે મમતાની મુરત, દિલની દાતાર ને મહા હેતવાળી છે,
જે દુનિયાના મેણાટોળા સાંભળીને પોતાના સંતાનને બચાવનારી છે,
જે પોતાના સંતાનની ખુશી માટે ભગવાન સામે લડનારી છે,
એના માટે શું કહું, બોલવા માટે શબ્દો નથી મળતાં આજ,
મારી ન્યારી મા ને જન્મદિવસની સ્નેહથી ખુબ ખુબ વધામણાં.....
જેના લીધે આ જીવન મળ્યું એને શું આપું,
જેણે આ દુનિયામાં જીવતા ને રહેતા શીખવ્યું એને શું કહું,
જેને બધી મુશ્કેલીમાં લડતાં શીખવ્યું એને કરજ કેવી રીતે ચૂકાવુ,
હંમેશાં તંદુરસ્ત ને ખુશખુશાલ રહો એવી ભગવાનને પ્રાર્થના,
મારી અનોખી મા ને જન્મદિવસની કવિતાથી શુભેચ્છા.....
I Love You So Much My Mummy
Happy Birthday to my lovely mammy🎂🎂🍫🍫🎁🎁🎉🎉🎊🎊
Many many happy returns of the day💐💐
God Krishna And Shiv Always Bless You Dear mom......
❤😍❤😍❤😍❤
-Bhargav Jagad