કરીને મધમીઠી ગોઠડી હરખાતાં સાજન- સજની.
પૂરક એકમેકનાં કેવાં બની જાતાં સાજન- સજની.
નયનથી નેહ ઊભરાતો ઊભયને અવલોકતાં સદાં,
સુખદુઃખમાં સાથી તરીકે વર્તતાં સાજન - સજની.
ક્યારેક કરી વડછડ રીસાઈને અબોલા પણ રાખતાં,
ના ટકે ઝાઝું; પુનઃ એકમેકનાં થાતાં સાજન- સજની.
કદી હરખહેલી હૈયે ઊમટતાં ગીત મધુરાં એ ગાતાં,
ના હિચકિચાટા એનેય વળી નમતાં સાજન- સજની.
હશે રચયિતા પણ હરખતો નિહાળી જીવન એમનાં,
ખુશીમાં આશિષ એનાં હશે વરસતા સાજન- સજની.
જુગલદેહે એક દેહી હોવાની પ્રતીતી પરસ્પરને થતી,
સ્નેહ તણાં સામ્રાજ્યમાં વિચરતાં સાજન- સજની.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.