ગઈગુજરી ભૂલીને નવાં વર્ષને સત્કારી લઈએ.
' બા ' થી શરૂ થાય છે એટલું તો વિચારી લઈએ.
'મા' હંમેશાં હોય છે માયાળુ મધર મેરી સ્વરૂપે,
આપણી ભૂલો નિહાળીને પછી સ્વીકારી લઈએ.
કોઈના અવગુણ ના નજરમાં આવે નવલાં વર્ષથી,
સદગુણો ગ્રહીને અરસપરસ સૌ પ્રસારી લઈએ.
મંત્ર કર્મતણો યાદ રહે ડગલેને પગલે જીવનમાંહે,
કરી પુરૂષાર્થને નબળાં પ્રારબ્ધને સુધારી લઈએ.
જનેજનમાં પરખીએ જનાર્દન માનવધર્મ સવાયો,
માનવમાત્રમાં પરમેશ્વરને સદા નિહાળી લઈએ.
સૌનું વીતે સદૈવ સુંદર નૂતનવર્ષ પ્રભુ ઈસુ તણું,
આટલી શુભકામના મુખ થકી ઉચ્ચારી લઈએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.