આજ ફરી એ સાંજ આવી,
તારા સંદેશાને સાથ લાવી,
મનના સંગીતને તાલે થનગનતી,
હું યાદમાં તારી ઝુરવા લાગી,
વ્હાલમની મધમધતી સુગંધ લાવી,
સરિતા તટે હું દોડતી આવી,
ફરી સોનેરી અવસર આવશે,
કૈંક મનગમતું અણસાર લાવી,
થશે ફરી રિસામણા,
એવો હૈયાનો હરખ લાવી,
થશે ફરી મનામણાં,
એવો હૃદિયાનો હામ લાવી,
નયનું મળશે, પ્રિતડી બંધાશે,
નવી કસમો લાવી,
ઢળતી સાંજે રીત બની,
પ્રીત મારી આવી,
સરિતાનું નીર ને સરિતાનું તટ,
વિરહના જ સ્થળે ફરી નવું મિલન લાવી,
આજ ફરી એ સાંજ આવી,
તારા સંદેશાને સાથ લાવી.
B+ve