Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી મંજિલ પણ તુંને મંદિર પણ તું.
મારું ઘર પણ તુંને વળી અજીર પણ તું.

શ્વાસ સરગમે વણાઈ ગઈ યાદ તારી,
મારું સર્વસ્વ તુંને હાથની લકીર પણ તું.

મનમંદિરે રહ્યું સદૈવ વર્ચસ્વ તારું અખંડ,
મારો પ્રાણવાયુ પણ તુંને શીતસમીર પણ તું.

શબ્દમાં અર્થ બનીને સમાઈ જનાર છે તું,
મારી પ્રત્યેક પળ પણ તુંને આઠપ્રહર પણ તું.

પ્રવેશી નયનદ્વારેથી કબજો ઉર તણો લીધો,
મારો સંયમ પણ તુંને રહેતી એ સબર પણ તું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111773997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now