આજે આંગણું આપી રહ્યું આવકાર તમે આવ્યાંને.
ટળી ગઈ જાણે સમસ્યાઓ હજાર તમે આવ્યાંને.
ઉરથી ઊભરાઈ રહ્યો આનંદ અવિરત આગમનથી,
સાવ હળવો થઈ ગયો પછી મનોભાર તમે આવ્યાંને.
મનમયૂર થઈ પ્રસન્ન ટહૂકાર કરી મંત્રમુગ્ધ કરનારોને,
રખેને કોઈ ઊજવાઈ રહ્યો હો તહેવાર તમે આવ્યાંને.
થયો પુષ્પાભિષક તવશિરેને પગલે કુસુમ બિછાવ્યાં,
શકેને અનંગ કરતો અદ્રશ્ય કોઈ પ્રહાર તમે આવ્યાંને.
મધુર ઘંટડી શી રણકતી ઝાંઝરી કર્ણપ્રિય બની રહી,
શક્ય છે થશે હવે મુજ દિલદર્દ ઉપચાર તમે આવ્યાંને.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.