Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓય કલગી તારી યાદોનો ખજાનો પણ છે જબરદસ્ત ,
તારી યાદોના ખજાનામાં વારંવાર ખોવાઈ જવાનું મન થાય....

ઓય કલગી તારી વાતોનો ખજાનો પણ છે મજેદાર,
તારી વાતોના ખજાનાને વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય...

ઓય કલગી તારા ચહેરાની મુસ્કાનનો ખજાનો છે અનેરો ,
તારી મુસ્કાનના ખજાનાને વારંવાર જોયાં કરવાનું મન થાય...

ઓય કલગી તારા સ્વપ્નોનો ખજાનો પણ છે ખતરનાક,
તારા સપનાના ખજાનામાં વારંવાર વિહરતા રહેવાનું મન થાય..

ઓય કલગી તારા આંખોના નશાનો ખજાનો પણ છે મનમોહક,
તારી કામણગારી આંખોના ખજાનામાં સમાઈ જવાનું મન થાય...

ઓય કલગી તારા પ્રેમનો ખજાનો પણ છે લાજવાબ,
તારા પ્રેમના ખજાનામાં વારંવાર પડવાનું મન થાય....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111773758
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now