"વાકેફ છું!"
પાકા સપાટ રસ્તા નો મુસાફર નથી હું!
મને ઉબડ ખાબડ રસ્તાથી વાકેફ ના કરાવો.
પહાડો ના પગરણ થી બાકાત રહ્યો નથી હું!
મને ઉંચા ઉંચા પહાડો થી વાકેફ ના કરાવો.
અંધકાર માં પણ રાત વીતાવી છે; મેં!
મને ઘોર અંધકાર થી વાકેફ ના કરાવો.
દરિયાના તાગ મેળવિયા છે; મેં!
મને ઉછળતા મોજા થી "સ્વયમભુ" વાકેફ ના કરાવો.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ