તારાં આગમને આંગણ શોભાવ્યાં સુતા મારી.
માતાપિતાને કેટકેટલાં તેં હરખાવ્યાં સુતા મારી.
જાણે કે લક્ષ્મી સ્વરૂપા બની અવતરી મુજગૃહે,
અંતરે આનંદનાં આસન બિછાવ્યાં સુતા મારી.
નામે કાજલ તોયે ઘર આખું ઝળહળી ઊઠ્યું,
પાડ પરમેશ્વરનાં સહુએ મનાવ્યાં સુતા મારી.
થયો કિલ્લોલને આનંદ હર્ષની હેલી ઊમટતી,
મકાનની ચારે દિવાલોએ વધાવ્યાં સુતા મારી.
માતપિતાના કાળજાનો કટકો બની મોટી થઈ,
તને રમાડતાંને રમતાં મુખ મલકાવ્યાં સુતા મારી.
જન્મદિને પ્રાથું પરમેશને દીર્ઘાયુ આરોગ્ય આપે,
ધનધાન્ય પરિપૂર્ણતાનાં વર મંગાવ્યાં સુતા મારી.
રહે અખૂટ સદા વૃદ્ધિ પામતો સ્નેહસેતુ આપણો, ધનુર્ધારીએ ખુદ આશિષ વરસાવ્યા સુતા મારી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.