મારો માળો
પૈસા માટે પારધીએ ચૂંથી નાખ્યો પંખીડાનો માળો, વરસવિયો કેહેર કાળો......
કોઈક ને માટે ભલે હોય એ ઈંટ કોન્ક્રીટનું એક મામુલી મકાન
મારે માટે છે એ, મારું આશિયાનું, એક પ્રેમ મંદિર મહાન
જ્યાં છે યાદો મારી માં ની, જે અમારે માટે હતી, અમારું જહાન
જેમાં ઇમાનદારીની પાઇ પાઇ નાખી હતી, વસે છે એમાં અમારી જાન
વહાલું છે અમને આં ઘર, આં મકાન, રેડિયાં છે એમાં, અમે અમારા પ્રાણ
લોકોની સંવેદના આજે મરી પરવાડી છે, બંધ છે અંતરમન સાથે આંખ અને કાન
આપે છે જે દાહજહેલા ઉપર દાહમ; મરી ચૂક્યું છે જેમનું કઠોર મન અને ઈમાન
આં પ્રેમાળ પંખીનો, પિંખી નાખ્યો માળો, જીવતાજીવ વીંધી નાખ્યા બીચારાના પ્રાણ.
Armin Dutia Motashaw