તારા સહારે જિંદગી જીવી ગયો.
તારા વિચારે જિંદગી જીવી ગયો.
એક અડીખમ ઊભો તું છો પડખે,
તારા આધારે જિંદગી જીવી ગયો.
ના હું હાર્યો ના કે પછી તુંય હાર્યો,
તારા પડકારે જિંદગી જીવી ગયો.
હતી એ વિટંબણાઑથી ભરપૂર,
તારા પનારે જિંદગી જીવી ગયો.
ભાષા નયનની તું છો સમજનારો,
તારા મદારે જિંદગી જીવી ગયો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.