"એક દાસ્તાં"
જીવનની એક દાસ્તાં લખું,
મારી એક કહાની લખું.
સમજણ થી માંડી, ડહાપણ ની એક વાત લખું,
જીવનની એક દાસ્તાં લખું.
બાળપણથી લઈને, જવાની નો ઊર્મિ ભાવ લખું,
જીવનની એક દાસ્તાં લખું.
એક પડાવ થી માંડી બીજા પડાવ ની વાત લખું,
જીવનની એક દાસ્તાં લખું.
એક ન મળવાનું દુઃખ,એક પામવાની ખુશી લખું,
જીવનની એક દાસ્તાં લખું.
એક મિત્રતાનો અજોડ પ્રેમ,
એક પ્રેમ ઊપર મિત્રતાનો ગ્રંથ લખું,
જીવનની એક દાસ્તાં લખું.
એક સોળે કળાએ ખીલેલું,"મારા સાથી"
વનરાય નાયિકાનું "સ્વયમભુ" પાત્ર લખું,
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ