Welcome 2022 good bye 2021
🌺🌺🌺🌺🌺🌺🙏🏿🌺🌺🌺🌺🌺
આ વરસ ખૂબ જ બેકાર ગયું. મારાં ઘણાં વ્હાલાં સગાં હતાં તે દુનિયામાં નથી રહ્યાં.જે છે તે મારાથી ખૂબ નારાજ છે. મારી અતિશય લાગણીઓ કદાચ દુશ્મનીમાં ખપતી હોય તેવું બને.છતાં એ લાગણીઓ પાછળ મારી કોઈ દુરવ્યવહાર ની લકીર નથી. ક્યાંક મજાક તો ક્યાંક મારી વધુ પડતી લાગણીઓને હિસાબે બે શબ્દ સીધા બોલાઈ ગયા હોય તો ક્ષમા યાચના. આ વરસ ખૂબ ખરાબ ગયું. કેમકે પ્રથમ વરસાદ અનિયમિત,કોરોના,બેરોજગારી,મોંઘવારી જેવા અનેક પ્રશ્નોની વચ્ચે બધાનું જીવન ડામાડોળ છે.તેમાં મારો કે તમારો શું વાંક?
સાથે મળવાની ઈચ્છા હોવા છતાં પોતાનું ચાર પૈડાંવાળું વાહન લઇ હવે પરવડતું નથી કેમકે પેટ્રોલ 100₹ લીટર છે. અને 50 km થી નીચેના અંતરે કોઈ મિત્ર નથી. સાથે ખિસ્સામાં ગુલાબી 2000₹ ની નોટ ઓછી પડે છે.जाएं तो जाएं कहाँ?
માટે હવે તો અનિવાર્ય પ્રસંગ અને સંજોગ સિવાય નીકળવું ગમતું નથી. સાથે દરેક ખબરો માં આવતા કોરોના /ઓમિક્રોનના આંકડા માણસને ગભરાવી દીધાં છે.સાથે વાહનમાં માસ્ક અને પૂરતા ડોક્યુમેન્ટ ભૂલથી ઘેર રહી ગયા હોય ત્યારે ટનાટન રોડ પર દંડ ની બીક બઉ લાગે છે. કોરોના કરતાં પોલીસ નો ડર વધુ લાગે છે.
સાથે એટલો વાહન વ્યવહાર વધી ગયો છે કે મોટાં માણસ ને રસ્તે ચાલવું હાડકાં ભાગી જવાની બીક જેવું લાગે છે.
આવા બધા પ્રતિકૂળ વાતાવરણ માં હું અને તમેં જીવીએ છીએ.માટે આવનારી 2022ની સાલ માં સદર ઉપાધીઓ ના આવે અને "ભગવાનજી" હવે બહુજ તમેં હેરાન કરી દીધાં છે.ખમૈયા કરો.સૌને થોડો પંચ પચાસ વરસ ખુશ થવાનો સમય આપૉ એજ અભ્યર્થના સાથે bye bye 2021અને Welcome 2022.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)
-वात्त्सल्य