"શબ્દ સમ્રાટ"
ભિન્ન ભિન્ન વિભિન્ન વિભિન્ન,
અવનવા ઊંચારણોમાં,
શબ્દ સમુહ ના, આડા અવળા,
આપ લે માં ગુંચવાયેલો 'હું! શબ્દ સમ્રાટ છું.
શબ્દ ભંડોળ ના શંકુ રચાતા,
સ્નેહ મિલનના સંમેલનો યોજાતા,
ભાત ભાત ના લોકો વચ્ચે
અઘરા સવાલો ના જવાબ રચાતા,
જવાબોના શબ્દ બંધનમાં બંધાયેલો 'હું! શબ્દ સમ્રાટ છું.
રંગ મંચ ના સ્ટેજ પર, દરેક પાત્ર ભજવતો,
હું ગદ્ય સાહિત્ય અકાદમી માં રૂપાંતરિત,
એક પાત્ર અભિનય માં ઘોળાયેલો,"સ્વયમભુ" 'હું! શબ્દ સમ્રાટ છું.
હા 'હું! શબ્દ સમ્રાટ છું..!
હા 'હું! શબ્દ સમ્રાટ છું..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ