દુઃખદ વરસને સૌ વિદાય આપીને અનુભવીએ હાશકારો.
આગામી વરસ સૌનું સારું વીતે એમ કહીએ હાશકારો.
ખૂબખૂબ યાતના આપી સતાવ્યા સૌને કોરોનાએ કેવા!
આપણે બચી ગયા એમ માનીને માની લઇએ હાશકારો.
'બા'થી શરુ થતું નવું વરસ ' મા 'ની ફીલિંગ્સ નહિ આપે.
ગઈગુજરી ભૂલી જઈને આશાવાદે ઉચ્ચારીએ હાશકારો.
સુખદુઃખ ચક્રવત્ હરહંમેશાં બદલાયા કરવાનાં જગતમાં,
હકારાત્મક વિચારસરણી આચરીને સૌ ધરીએ હાશકારો.
ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલનને ક્યાંક વાયુમાં અકસ્માતો,
અપાર આતમબળ ઉરે પ્રગટાવીને ડગ ભરીએ હાશકારો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.