યાતનાઓ સહી સહીને વીતાવી જિંદગી અમે તો.
નહિ કોઈને કહી કહીને વીતાવી જિંદગી અમે તો.
દુઃખના પર્વતો ગંજની જેમ ખડકાતા રહ્યા સંમુખ,
અશ્રુ નયને વહી વહીને વીતાવી જિંદગી અમે તો.
હતી આશા ઊંડેઊંડે કે આવતીકાલ સારી જ હશે,
આવી આશા રહી રહીને વીતાવી જિંદગી અમે તો.
ના થયા નાહિંમત કે પગલાં પારોઠનાં ભર્યાં કદીએ,
ઈશ્વરની કૃપા ચહી ચહીને વીતાવી જિંદગી અમે તો.
એક અખૂટ, અતૂટ ભરોસો રાખ્યો હરિવર ઉપરને,
શરણ એમનું ગ્રહી ગ્રહીને વીતાવી જિંદગી અમે તો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.