"મને તારી સ્મિત બની પીગળવા દે"
મને તારી સ્મિત બની પીગળવા દે,
મને તારી પ્રેમ ની ઉર્મિ બની મહેકવા દે,
મને તારી વડલાની ડાળ બની હીચકવા દે,
મને તારી સ્મિત બની પીગળવા દે..!
મને તારી વાદળી બની વરસવા દે,
મને તારી વીજળી બની ચમકવા દે,
મને તારી મેઘ ધનુષ્ય રૂપી ડાળીએ ઝુલવા દે,
મને તારી સ્મિત બની પીગળવા દે..!
મને તારી ફુલની કળી બની ખીલવા દે,
મને તારી દોસ્ત બની નિખરવા દે,
મને તારી પાનખરનું પાન બની ખરવા દે,
મને તારી સ્મિત બની પીગળવા દે..!
મને તારી ડાળી બની બે ચાર પાન ખીલવવા દે,
મને તારી કલરવ બની પક્ષીની હારે બોલવા દે,
મને તારી સ્મિત બની "સ્વયમભુ" પીગળવા દે,
મને તારી પ્રેમની ઉર્મિ બની મેહકવા દે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ