જૂના દોસ્તારોને મળીને રાજી થયો.
સ્મરણો મારાં વાગોળીને રાજી થયો.
કરી હસ્તધૂનનને વળી ચહેરો જોયો,
એકબીજાને ગળે લગાડીને રાજી થયો.
સ્મૃતિઓ શૈશવ તણી થૈ ગૈ સજીવન,
હસતા ચહેરાઓ ભાળીને રાજી થયો.
અતીત સાંપ્રતને ભેંટી કેવો શોભી રહ્યો,
મારું હુંપણું સાવ ઓગાળીને રાજી થયો.
થઈ યાદી શીઘ્ર જૂના ભાઈબંધો તણી,
હતી કેવી આપણી ટોળીને રાજી થયો.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.