તરશું હું તારા દીદાર માટે
આતુર હું તને પામવા માટે
નીરખું જો હું તને
વિસરુ હું મારું અસ્તિત્વ
તારા એક સ્મિત પર વારી જાઉં હું મારું સમગ્ર વ્યક્તિત્વ
દુઃખી જો હોવ હું તને જ ફરિયાદ કરું
સુખી જો હોવ હું તો ફરી તને જ યાદ કરું
મારા વિસ્મરણ માં ઘણું બધું છુપાઈ ગયું છપાઈ ગયું
પણ મારા સ્મરણમાં તો માત્ર તું જ છવાયેલ છું
નીરખવા તારા મુખને ચિત મારુ ઝંખે છે...
-Bindu _Anurag