"એ!જિંદગી"
આમ આખું ના ઈશારા ના કર,
એમ ગોળ ગોળ વાતું ના કર;
કેહવું હોય તે સામે કહીદે,
આમ પાછળ થી સવાલો ખોટા ના કર.
એ!જિંદગી તું આમ ગોટાળા ના કર..!
ખોબો ભરીને પાણી પી ગયો છું'..' હું! આ દુનિયાનું'
એક સામટા આમ ચાળા ના કર.!
એ!જિંદગી તું આમ ગોટાળા ના કર..!
ભરોસો છે! મને મારી જાત પર,
મોટો ભાર પણ ખમી જાઉ મારી સાન પર,
એ ભરોસા ને તું! હળવો ના કર,
એ!જિંદગી તું આમ ગોટાળા ના કર..!
લડુ છું હું!દુનિયા સામે બાથ ભીડી ને એકલો,
હારી જવાની "સ્વયમભુ" સામે એમ ખાલી વાત ના કર,
એ!જિંદગી તું આમ ગોટાળા ના કર..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ