આથમતા સુરજમાં રૂપેરી એક વાદળી દેખાણી,
જડી હમણાં જ છતાં ના લાગે અજાણી,
આવકારવા એને જ સજી ધજી આવી સંધ્યા રાણી,
નભમાં ના ચાંદ તારાને થઈ પડી છે આજ ઉજાણી,
સ્પર્શી ને સરકી જતા સમીરમા સંભળાય તેની વાણી,
ઉગતા સૂરજની કિરણ માં એક તારી લાલી ઉભરાણી.....
-ક્રિષ્વી