આટલું મારું માન રાખો પ્રભુજી.
સઘળા દોષો મારા સાંખો પ્રભુજી.
શરણાગત છું તારો હરિવર હું તો,
જુઓને ઊભરાતી આંખો પ્રભુજી.
હૈયાનું હેત પારાવાર રેલાતું સદાય,
ન મળે તુજ સમાન લાખો પ્રભુજી.
માયારંગે રંગાવાનું રહ્યું છે અમારે,
શું કામ દીધી મનને પાંખો પ્રભુજી?
છે આતુર તવ દરશન કરવા કાજે,
દીદાર ચહું ઝાંખો તો ઝાંખો પ્રભુજી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.