Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયાથી હાર માનીને તારા તરફ ગતિ મારી.
તને મારો પોતાનો ગણીને તારા તરફ ગતિ મારી.

ખૂબ ભટક્યો આજદિન લગી ભૌતિકતા કાજે,
હવામાં બાચકાંઓ ભરીને તારા તરફ ગતિ મારી.

સમજાઈ ભૂલો ઘણી જે પૂર્વે કરેલી અજ્ઞાનથી,
તારાં પુનિત નામ થકી તરીને તારા તરફ ગતિ મારી.

નથી રહી કોઈ આશા દુન્વયી; નાશવંત જાણીને,
તારી એક ચાહત રહી ખરીને તારા તરફ ગતિ મારી.

વિસરવા ઘટે અપરાધો મારા તારે માનવજાત છું,
તારી હરિ અચળ શ્રદ્ધા ધરીને તારા તરફ ગતિ મારી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111772053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now