મારા અંતરનો અનુરાગ તમે છો.
મારા જીવનના પ્રયાગ તમે છો.
શોધ તમારી જન્મોજન્મની રહી,
મારા મન તણો એ તાગ તમે છો.
વરસાવી કૃપા અનહદ કરનારાને,
બુઝાવતા દિલની આગ તમે છો.
ભૂલીને હજારો અપરાધો અમારા,
મમતા પ્રગટાવનાર અથાગ તમે છો.
ન ભૂલી શકાય ઉપકારો તમારા કદી,
વસંત લાવનાર જીવનબાગ તમે છો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.