હે..વોટ્સએપની વાતું,
થી ચડી જ્યું મારું માથું.
વોટ્સએપ વાળા જવાનયા.....(1)
હે સ્ટેટ્સ એવાં મેલે,
મારું દલડું ધક ધક બોલે.
વોટ્સએપ વાળા જવાનયા.....(2)
હે કાળો છે કે ધોળો,
તને કેમ કરી ખોળવો.
વોટ્સએપ વાળા જવાનયા.....(3)
હવે બતાવને તારો ફોટો,
તારો રૂવાબ તો બૌ મોટો.
વોટ્સએપ વાળા જવાનયા.....(4)
જોયું તારું ડીપી,
વધી ગ્યું મારું બીપી.
વોટ્સએપ વાળા જવાનયા.....(5)
હે મહેશ મેલ ને બધી વાતું,
આમાં શું કામ અટવાતું.
વોટ્સએપ વાળા જવાનયા.....(6)
-Mahesh Makwana