ભક્તોની ભીડ ભાંગનાર તમે, દત્તાત્રેય અવતાર તમે.
ગિરનારમાં સદા વસનાર તમે, દત્તાત્રેય અવતાર તમે.
બ્રહ્મા, વિષ્ણુ,મહેશના અંશરુપે અવતાર ધરનાર તમે,
અત્રિ અનસૂયાના આવકાર તમે,દત્તાત્રેય અવતાર તમે.
ગુરુદત્ત નામે જગતમાં ઓળખાનાર કરતા ઉદ્ધાર તમે,
નિજજનના સદા તારણહાર તમે, દત્તાત્રેય અવતાર તમે.
કર્યા ગુરુ ચોવીસને સત્ય એનાથી ઉજાગર કરનાર તમે,
અવધૂતરુપે એકે છો હજાર તમે, દત્તાત્રેય અવતાર તમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.