જેણે ઓતરાદે તો ઢોરો છે ને,
દખણાંદે ખોડી નો ખોળો છે રે.
એવું હોળીધાર ઉગમણી દિશે
એને આથમણે જાગનાથ ચોકી છે
હો.. મારે ભાયાવદર ની ભાત અનોખી છે............
એને ડુંગરે બેઠી અંબા માડી રે,
ને ખોડિયાર બોલે ખમ્મા માડી રે.
જેણે આગળ છે જલ્યાણ જોગી
એને પાછળ સ્વામીનાથ યોગી છે.
હો..મારે ભાયાવદર ની ભાત અનોખી છે............
નદી ચોમાસે ધસમસ દોડતી રે
આપણી રૂપાવટી રૂપાળી રે.
પણ ઉનાળે લાગે છે થઈ
ગયેલી ડોહી કોઈ બોખી રે .
હો..મારે ભાયાવદર ની ભાત અનોખી છે............
જ્યાં ભૂખ્યાને આપે રોટલો છે,
દીન દુખ્યાને આપે ઓટલો છે.
એવા માયાળુ આઈ નાં માનવી રે
આ ધૂળમાં ખેલવું એ વાત જ મોટી છે.
હો..મારે ભાયાવદર ની ભાત અનોખી છે............
એક એક પંક્તિ મે "માસૂમ" રે,
હો મારા આ અંતર પટથી ઓકી છે.
ભલે યાદ રાખી આખી કવિતા,
તો મે ગોખી ગોખી છે .
હો..મારે ભાયાવદર ની ભાત અનોખી છે...............
મકવાણા મહેશ "માસૂમ"
13-10-12
બુધવાર