તારો ઘુંઘટ એતો તારી લાજ છે.
એ તારી જ નહીં મારી પણ લાજ છે.
હું તો જાણું છું, તને પણ કહી દઉં
મારા દિલનગરમાં તારું જ રાજ છે.
મન તો થાય છે કે સાંભળ્યાં જ રાખું
કેવો કોયલ જેવો તારો અવાજ છે.
કેમ કરી ને તું સાંભળી શકે છે બધું?
આખા ઘરની જવાબદારી તારે માંથ છે.
હું તને ભલે કહેતો નથી કોઈ દિવસ
ખરેખર મને તારા પર બહુ નાજ છે.
વ્હાલ લાગણી પ્રેમ ત્યાગ આ બધાનો
પહેરેલ છે તે તારા માથે એક તાજ છે.
ગમે તે પરિસ્થિતમાં પણ લડી લઈશ
જો તે વખતે તારો મારી સાથ સંગાથ છે
-Mahesh Makwana