કયાંક કોઈ એક એવું,
પારકુ હોવું જોઈએ.
જે નથી આપણું છતાંય,
આપણું હોવું જોઈએ.
નામ વગરના સંબંધ માં પણ,
એવું એક નામ હોવું જોઈએ.
એનો હાથ પકડી બેસવું છે,
એમ આપણું મન કહેવું જોઈએ.
નથી જ જોઈતું કશું જ મારે,
તારી પાસેથી દોસ્ત.
બસ તારા ચહેરા પર,
નિમૅળ હાસ્ય હોવું જોઈએ.
આવું કહેનાર કોક તો,
જીવનમાં હોવું જોઈએ.
જે નથી આપણું છતાંય,
કોઈ આપણું હોવું જોઈએ.