ખાટું ખાધું,મીઠું ખાધું,તીખું ખાધું.
હવે તો થોડું કડવું ખા !
બર્ગર ખાધું,પીઝા સાથે માઝા પીધું !
હવે તો થોડું કડવું પી !
પાણી પુરી,રગડા પેટીસ,દાબેલી,ખમણ !
હવે તો તાજી છાસ પી.
સેવ,મમરા,વેફર,ટમટમ ગાંઠિયા તીખા!
હવે તો ચોખ્ખું ઘી ખા.
ચા પીધી,સરબત પીધું,પીધું પોટલી દારૂ !
હવે તો ઓસડિયું પી !
હોટેલમાં રહી હોટલનું ખાધું,પાન ખાધું !
હવે તો ઘર નું પાણી પી !
પ્લેગ આવ્યો,સ્વાઈન ફલૂ,આવ્યો ડેન્ગ્યુ !
કોરોના કાળમાં હવેતો ગળો પી.
માસ્ક બાંધ મોઢે-નાકે,રખડવાનું ઓછું કર !
'વાત્સલ્ય'થી સુખે સમજીને જીવ.
🌺- વાત્ત્સલ્ય