મેં તો માળો બાંધ્યો રે પંખી પ્યારનો..
ઈ માળે બાંધી પાણીની પરબ....... મેં તો...(ટેક)
રહી જાઓ,રહી જાઓ,પંખી તરુવર છાંયડે..
મીઠાં મોજથી મધુરાં ફળને ચણ ચરજો..
અને ડાળીએ બેસી કરજો મીઠો કોલાહલ..મેં તો.
તમારા થકી વાડી મારી શોભતી..
તમારા થકી વનરાઈ લહેરાતી...
અને પેલા મોરલાની કળાનો માહોલ.. મેં તો.
પેલાં હરણિયાં કૂદતાં દોડતાં..
સસલાં સંતાઈ સૌ મોજ કરે...
અને પેલાં પતંગિયા ફફડાવે પવન.. મેં તો...
🌺🌿🌺
- સવદાનજી મકવાણા
( વાત્ત્સલ્ય )