Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂલ કરવું, હક્ક જમાવવો, જીતી લેવું, છીનવી લેવું, પડાવી લેવું... આ માનવસહજ સ્વભાવ રહ્યો છે. આપણે જાણીએ છીએ એલેકઝાન્ડરને! છતાં દરેક માનવ તે બનવા કોશિશ કરી રહ્યો છે. જીવનની રેસમાં હંમેશા અવ્વલ રહેવા ઇચ્છતી વ્યક્તિ કે સંસ્થા પોતાની દુનિયા બનાવવા કેટકેટલાં કાવાદાવા કરે છે અને ઈશ્વરની નજરમાં હલકી બની જાય છે! સાહિત્ય, ધાર્મિક, સામાજિક, રાજકીય તેમજ ધંધાકીય ક્ષેત્રમાં ચાલતી રેસ, ગળાકાપ હરીફાઇ અનેકની રાતની ઊંઘ અને શારીરિક, માનસિક તંદુરસ્તી હણી લે છે. સમાજમાં ચારે બાજુ દેખાતા આવા નજારાને તાદ્રશ્ય કરતી એક વાર્તા વાંચવામાં આવી. એક અદ્ભુત પ્રેરક પ્રસંગ! આ કહાની આવા પ્રકારના જીવડાં માટે દીવાદાંડીરૂપ કહી શકાય!

ચારસો મીટરની રેસમાં કેન્યાનો રનર એબલ મુત્તઈ સહુથી આગળ હતો ... ફિનિશિંગ લાઈનથી ચાર-પાંચ ફૂટની દૂરી પર, એ અટકી પડ્યો... એને લાગ્યું, કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે. મૂંઝવણમાં અને ગેરસમજમાં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝે આ જોયું અને તેને લાગ્યું કે આ કૈંક ગેરસમજ છે...

તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...પરંતુ , મુત્તઈને સ્પેનિશ ભાષામાં સમજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો. ... સ્પેનિશ રનર ઈવાને પાછળથી આવીને અટકી પડેલાં મુત્તઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તઈ ફિનિશ રેખાને પાર કરી ગયો....

ખૂબ નાનો, પણ અતિ મહત્વનો પ્રસંગ. ...

આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને સિલ્વર. ...!

એક પત્રકારે ઈવાનને પૂછ્યું, “તમે આમ કેમ કર્યું? તમે ધારત તો, તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો..." ઈવાને સુંદર જવાબ આપ્યો ... “મારુ સ્વપ્ન છે કે, આપણે એવો સમાજ બનાવીએ કે જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પણ બીજાને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિને બહાર લાવવા, ધક્કો મારે... , એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી, બંને વિજેતા બને ..."!

પત્રકારે ફરીથી પૂછ્યું, “તમે એ કેન્યાના મુત્તઈને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..." જવાબમાં ઈવાને કહ્યું, “મેં એને જિતાડ્યો નથી..., એ જીતતો જ હતો... આ રેસ એની હતી... અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવેલી જીત જ હોત.. આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત? આવો જીતેલો ચંદ્રક હું મારી માને શી રીતે બતાવી શકું? હું મારા અંતરાત્માને શું જવાબ આપું?" ઇવાનને સો, સો સલામ કરવાનું મન થઈ જાય છે ને!

નીતિમત્તા અને સંસ્કારની કોઈ ટેબ્લેટ કે ઇન્જેક્શન નથી આવતાં... જીતવું મહત્વનું છે, પણ કોઈના ભોગે જીતવું એ માનસિક પંગુતા છે. કોઈનો યશ ચોરી લેવો... કોઈની સફળતા પોતાને નામ કરવી... બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન... આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે, પણ ખુશી નહીં અપાવે... કારણ, અંતરમન અને અંતરાત્મા તો સાચું જાણે છે!
(
From:- WhatApps 🙏)

Gujarati Motivational by Umakant : 111770037
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now