તમે માનો યા નાં માનો , સ્ત્રીયો ક્યારેય નિવૃત થતી નથી,
પ્રવુત રહે છે કાયમ પ્રવુતિમાં, વખત ખોટો વેડફતી નથી.
આમ તો આરામ એની જીંદગીમાં લખ્યો નથી કદાચ ઈશ્વરે !
વેકેશન નીવાત જ છોડો, રજા રવિવારની પણ હોતી નથી .
ઝંઝાવતો તો આવ્યા કરે છે, જબરદસ્ત એના જીવનમાં ,
પહોચી વળે છે હર પડકાર ને,ક્યારેય પરાજીત થતી નથી.
માન્યું કે આંસુ તેનું હથિયાર છે, એના વિના હર જંગ બેકાર છે ,
લડે છે લક્ષ સુધી, પણ એ શરણાગતિ ક્યારેય સ્વીકારતી નથી.
ક્યારેક રડી ને તો ક્યારેક લડી ને ,ઝુંટવી લે છે હિસ્સો હક્કનો,
રિઝે તો રજવાડું આપી દે,ખીજે તો ખતમ કરતા ખચકાતી નથી.
અબળા સમજી ને અત્યાચાર કરનાર ઓ, સમજી લેજો સાનમાં ,
સમય આવ્યે સતા ને પણ પડકારે ,પરિણામ ની પરવા કરતી નથી.
એ સર્જનહાર છે, એ સંહારક પણ ખરી, નવ નિર્માત્રી પણ ખરી !
શક્તિ છે,મૃત્યુ ના મુખ માંથી મડદા પાછા લાવતા અચકાતી નથી.
વિનોદ સોલંકી " મિત્ર "